LIFE STYLE
JUNE 02, 2024
અહીં અમે જણાવીએ કે તમે બાળકોની જન્મ તારીખ અથવા તેમના મૂળાંક નંબર પરથી તેમનું ભવિષ્ય જાણી શકો છો.
જે પણ બાળકનો જન્મ 1 લી,10 મી,19 મી કે 28 મી તારીખે થયેલો હોય તેમનો મૂળાંક 1 છે. મૂળાંક 1 નો શાસક ગ્રહ સૂર્ય છે. તો ચલો જાણીએ આવા મૂળાંક વાળા બાળકોની ખાસિયત શું છે.
1 મૂળાંક ધરાવતા બાળકોની વિશેષતા વિશે વાત કરીએ તો સામાન્ય રીતે આવા બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવે છે અને તેઓ દરેક ક્ષેત્રમાં સફળતા મેળવે છે.
કાર્યક્ષેત્ર ની વાત કરીએ તો એક મૂળાંક ધરાવતા બાળકો IAS અથવા PCS અથવા IPS બનવાની ક્ષમતા ધરાવે છે.
તેઓમાં જન્મથી જ નેતૃત્વ કરવા ના ગુણો હોય છે જેના કારણે તેઓ સારા નેતા બનવાની પણ ક્ષમતા ધરાવતા હોય છે.
1 મૂળાંક ધરાવતા બાળકો સામાન્ય રીતે સારી આર્થિક સ્થિતિ ધરાવતા હોય છે તેમને પૈસાની કોઈ પણ પ્રકારની કમી નથી હોતી.
બિલ ક્વિન્ટલ, રતન ટાટા, ઇન્દિરા ગાંધી જેવા મહાન લોકોના મૂળાંક નંબર 1 જ છે.
નોંધ. આ માહિતી તદ્દન સામાન્ય ધોરણોને આધારિત છે અમે આની પુષ્ટિ નથી કરતા.