HEALTH

જો રોજ સીડી ચઢવામાં આવે તો શું થાય ?

MAY 29, 2024

ઘણીવાર જ્યારે ઊંચી બિલ્ડીંગ પર ચડવાનું હોય ત્યારે લોકો સીડીને બદલે લિફ્ટમાં વધારે ઉપયોગ કરતા હોય છે તો આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે દરરોજ 10 મિનિટ સુધી સીડી ચડવાથી શું ફાયદા થાય છે.

લોહી સર્ક્યુલેશન માટે ફાયદાકારક સીડીઓ ચડવાથી શરીરની અંદર લોહીનું સર્ક્યુલેશન વધે છે, જે શરીરને મજબૂત બનાવવામાં અને સ્વસ્થ બનાવવવા માટે ઉપયોગી છે અને શરીરને ઊર્જા પણ મળે છે

વજન ઘટાડવામાં મદદરૂપ છે નિયમિત રીતે સીડી ચડવાથી કેલરી  બર્ન થાય છે જે શરીરમાં રહેલી ખરાબ ચરબી અને વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે

હૃદય માટે ફાયદાકારક છે આમ જોવા જઈએ તો નિયમિત રીતે સીડીઓ ચઢ ઉતર કરવાથી હૃદય ને લગતી તમામ સમસ્યાઓનું જોખમ ઓછું થાય છે

ફેફસા માટે ફાયદાકાર ચીડિયો ચડવાથી ફેફસા મજબૂત બને છે કારણ કે સીડીઓ ચડતી વખતે શ્વાસોશ્વાસની ક્રિયા વધે છે આમ કરવાથી ફેફસાની કસરત થાય છે.

હાડકા અને સાંધા મજબૂત કરે છે સીડીઓ ચઢવાથી શરીરના હાડકા તેમજ સાંધા ને લગતી સમસ્યાઓથી રાહત મળે છે અને અન્ય રોગોથી બચી શકાય છે

સ્નાયુઓ મજબૂત બને છે ચીડિયો ચઢવાથી પગના સ્નાયુ મજબૂત બને છે જેના કારણે શરીરનો નીચેનો ભાગ મજબૂત બને છે

સારી ઊંઘ મદદરૂપ થાય છે. નિયમિત રીતે સીડીઓ ચઢવાથી શરીર ફીટ અને સ્વસ્થ રહે છે આમ કરવાથી અનિદ્રાની સમસ્યા પણ દૂર થાય છે અને સારી ગુણવત્તાવાળી ઊંઘ મળી રહે છે.

તમારું એસી કેટલા ઉપર ચલાવવું જોઈએ? સરકારી મંત્રાલયના સૂચનો જોઈ તમે ચમકી જશો.